શાળાઓમાં વિવિધ વિષયોની સાથે કોમ્પ્યુટર શિક્ષણ અગત્યનું હોવાથી ફિનાર ફાઉન્ડેશન દ્વારા આ અંગે એક પ્રયાસ કરવામાં આવેલ છે. આજ રોજ ફિનાર ફાઉન્ડેશન દ્વારા સાણંદ અને બાવળા તાલુકાની ૧૦ શાળાઓને, ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ શ્રી મનસુખભાઈ સલ્લા, અમદાવાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નિકુંજભાઈ પટેલના હસ્તે, શાળાદીઠ ૩ થી ૪ લેપટોપ એમ કુલ ૩૦ નંગ લેપટોપ વિતરણ કરવામાં આવ્યું. Dell અને Lenovo કંપનીના આ લેપટોપ શાળાના બાળકોને કોમ્પ્યુટરનું જરૂરી અને મૂળભૂત શિક્ષણ આપવામાં ખૂબ જ મદદરૂપ નીવળશે.

