ફિનાર ફાઉન્ડેશન દ્વારા ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે અવારનવાર યોજાતા શૈક્ષણિક પ્રવાસોમાં આ વખતે “ગાંધી આશ્રમ“ની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. સાણંદ તાલુકાની સાત પ્રાથમિક શાળાના આશરે 140 વિદ્યાર્થીઓને અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાતે લઇ જવામાં આવ્યા. ગાંધી આશ્રમના ટ્રસ્ટી શ્રી અતુલભાઈ પંડયા દ્વારા આ બાળકોને આશ્રમના ઇતિહાસ વિશે તથા આશ્રમના જુદાં–જુદાં વિભાગો વિશે માહિતી આપવામાં આવી. બાળકોએ ગાંધીજીની કુટિર(હ્રદયકુંજ), પ્રાર્થના સ્થળ, મગનલાલ હોલ, ઉદ્યોગ ભવન અને એકિઝબિશન દ્વારા ગાંધીજીના જીવનને લગતી ઘણી બાબતોની માહિતી મેળવી. ઉપરાંત ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ તેમજ પ્રખર ગાંધી વિચારક એવા શ્રી મનસુખ સલ્લા દ્વારા બાળકોને ગાંધીજીના જીવનમાંથી ગ્રહણ કરવા જેવી બાબતો વિશે સમજ આપવામાં આવી..