પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભારતીય સંવિધાન દ્વારા મળેલા તેમના બાળ હકની (Child Rights) માહિતી મેળવે – જેથી તેઓ તેમની ફરજો સમજે અને કર્તવ્ય પાલન કરે તે હેતુથી ફિનાર ફાઉન્ડેશન દ્વારા “ગણતર સંસ્થા”, અણીયારી, નળસરોવર ખાતે “બાળ અધિકાર જાગૃતિ કેમ્પ” કરવામાં આવ્યો. બે દિવસના કેમ્પમાં સાણંદ તાલુકાના બે ગામના કુલ 40 વિદ્યાર્થીઓ જોડાયા હતા. ગણતર સંસ્થાના નિરુપાબેન શાહ દ્વારા બાળકોને જુદી – જુદી રમતો અને પ્રવૃત્તિઓની સાથે બાળ અધિકારો, પોતાના હકો અને ફરજો વિશે અગત્યની સમજણ પૂરી પાડવામાં આવી.

