ફિનાર ફાઉન્ડેશન દ્વારા હંમેશા કન્યા કેળવણીને મહત્વ આપવામાં આવે છે અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રોત્સાહન પૂરુ પાડવામાં આવે છે. જેના ભાગ રૂપે ફિનાર ફાઉન્ડેશન દ્વારા સાણંદ તાલુકાના વસોદરામાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ૫૦ દીકરીઓ માટે તેમની ઉત્કૃષ્ટ કલાને મંચ પૂરુ પાડવા “અનુભૂતિ – ૨૦૨૦” નામક વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ દિકરીઓ દ્વારા આપણા ભાતીગળ સાંસ્કૃતિક વારસાની ધરોહરને ઉજાગર કરતી વૈવિધ્યપૂર્ણ કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી. આ વાર્ષિકોત્સવમાં વર્ષ દરમિયાન દીકરીઓને તેમના ઉત્તમ પ્રદર્શન માટે પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું.